Posted by
Param Shah on Oct 7, 2010 in
General |
10 comments
૧. શ્રી નવસારી પાર્શ્વનાથ ભગવાન, નવસારી : નવસારીના છો નાથ પારસ નામ તુજ ચિંતામણી, વરતા જનો કામિત કૃપાથી આપની સોહામણી; સારક તમે સેવક તણા વારક વિભાવોના સદા, રીજો પ્રભુ મુજ ઉપરે જેથી વરું શિવસંપદા….. ૨. શ્રી ઉંમરવાડી પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે ઉમ્રવાડી પાર્શ્વ ! ખાસ પ્રભાતમાં પ્રાર્થું તને, શુભ સત્ય ઉમ્રજનક વિભો મુજ આત્મ જન્મ દીયો મને; વાતો કરી હરખાઉં તારી સાથ બસ એ યાચના, જેથી હું પામુ સત્વ છાંડું તત્વથી સુખ કાચના….. ૩. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન, સુરત : હે પાર્શ્વ ! સહસ્ત્રફણા સુશોભિત આપ ખડ્ગાસન ધણી, મૂરતિ અજાયબ વિશ્વમાં પરચાપ્રદા પારસમણી; જે ભક્ત નીરખે...