ગિરનારનો મહિમા ન્યારો એનો ગાતા નાવે આરો……
૧, ગિરનાર ગિરિવર પણ શત્રુંજયગિરિની માફક પ્રાય: શાશ્વત છે. પાંચમા આરાના અંતે જ્યારે શત્રુંજયની ઊંચાઈ ઘટીને સાત હાથ થશે ત્યારે ગિરનારની ઊંચાઈ સો ધનુષ્ય રહેશે.
૨, રૈવતગિરિ (ગિરનાર) એ શત્રુંજયગિરિનું પાંચમું શિખર હોવાથી તે પાંચમું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન અપાવનારું છે.
૩, આ મનોહર એવો ગિરનાર સમવસરણની શોભાને ધારણ કરે છે, કારણકે તે વિસ્તારથી મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર અને ગઢ જેવા આજુબાજુમાં અન્ય નાના પર્વતો આવેલા છે. જાણે કે ચાર દિશામાં ઝરણાં વહેતાં હોય તેવા ચાર દ્વારોરૂપ ચાર પર્વતો શોભી રહ્યા છે.
૪, ગિરનાર ઉપર અનંતા તીર્થકરો આવેલા છે અને મહાસિદ્ધિ અર્થાત મોક્ષપદને પામેલા છે. બીજા અનંતા તીર્થંકરના દીક્ષા-કેવળજ્ઞાન અને મોક્ષકલ્યાણક થયા છે. તેમજ અનેક મુનિઓ પણ મોક્ષપદને પામ્યાછે અને ભવિષ્યમાં પામશે.
૫, ગઈ ચોવીસીના બાવીસમાં થયેલા ૧, શ્રી નમીશ્વર ૨, શ્રી અનિલ ૩, શ્રી યશોધર ૪, શ્રી કૃતાર્થ ૫, શ્રી જિનેશ્વર ૬, શ્રી શુદ્ધમતિ ૭, શ્રી શિવંકર અને ૮, શ્રી સ્પંદન નામના આઠ તીર્થંકર ભગવંતોના દીક્ષા-કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણક અને અન્ય બે તીર્થંકર ભગવંતના માત્ર મોક્ષકલ્યાણક ગિરનાર ગિરિવર ઉપર થયા હતા.
૬, વર્તમાન ચોવીસીના બાવીસમાં તીર્થંકર બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવાનના દીક્ષા-કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણક ગિરનાર ઉપરા થયા છે. તેમાં દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક સહસાવન (સહસ્ત્રામ્રવન) માં તથા મોક્ષકલ્યાણક પાંચમી ટુંક ઉપર થયેલ છે.
૭, આવતી ચોવીસીમાં થનારા ૧, શ્રી પદ્મનાભ ૨, શ્રી સુરદેવ ૩, શ્રી સુપાર્શ્વ ૪, શ્રી સ્વંયપ્રભ ૫, શ્રી સર્વાનુભૂતિ ૬, શ્રી દેવશ્રુત ૭, શ્રી ઉદય ૮, શ્રી પેઢાલ ૯, શ્રી પોટ્ટીલ ૧૦, શ્રી સત્કીર્તિ ૧૧, શ્રી સુવ્રત ૧૨, શ્રી અમમ ૧૩, શ્રી નિષ્કષાય ૧૪, શ્રી નિષ્પુલાક ૧૫, શ્રી નિર્મમ ૧૬, શ્રી ચિત્રગુપ્ત ૧૭, શ્રી સમાધિ ૧૮, શ્રી સંવર ૧૯, શ્રી યશોધર ૨૦, શ્રી વિજય ૨૧, શ્રી મલ્લિજિન ૨૨, શ્રી દેવ આ બાવીસ તીર્થંકર પરમાત્માના માત્ર મોક્ષકલ્યાણક તથા ૨૩, શ્રી અનંતવીર્ય ૨૪, શ્રી ભદ્રકૃત આ બે તીર્થંકર પરમાત્માના દીક્ષા-કેવલજ્ઞાન અને મોક્ષકલ્યાણક ભવિષ્યમાં ગિરનાર મહાતીર્થ ઉપર થશે.
૮, ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના રહનેમિ સહિત આઠ ભાઈઓ, શાંબ, પ્રદ્મુમ્ન આદિ અનેક કુમારો, કૃષ્ણ મહારાજાની આઠ પટ્ટરાણીઓ, સાધ્વી રાજીમતિશ્રી આદિ અનેક ભવ્યાત્માઓ મોક્ષપદને પામ્યા છે અને કૃષ્ણ મહારાજાએ તો આ તીર્થભક્તિના પ્રભાવે તીર્થંકરનામકર્મ બાંધેલ છે તેથી તેમનો આત્મા આવતી ચોવીસીમાં બારમાં તીર્થંકર શ્રી અમમસ્વામી બની મોક્ષપદને પામશે.
૯, ગિરનાર મહાતીર્થ તથા શ્રી નેમિનાથ ભગવાન ઉપર અવિહડરાગના પ્રભાવે ધામણઉલી ગામના ઘાર નામના વેપારીના પાંચપુત્રો ૧, કાલમેઘ ૨, મેઘનાદ ૩, ભેરવ ૪, એકપદ ૫, ત્રૈલોક્યપદ આ પાંચેય પુત્રો મરીને તીર્થના ક્ષેત્રાધિપતિ દેવ થાય છે.
૧૦, સ્વર્ગલોક, પાતળલોક અને મૃત્યુલોકના ચૈત્યોમાં સુર, અસુર અને રાજાઓ ગિરનારના આકારને હંમેશા પૂજે છે.
૧૧, વલ્લભીપૂરનો ભંગ થતાં ઈંદ્રમહારાજાએ સ્થાપન કરેલ શ્રી નેમિનાથ ભગવાનના બિંબની રત્નકાંતિ ગિરનારમાં લુપ્ત કરવામાં આવી હતી તે મૂર્તિ આજે ગિરનારમાં મૂળનાયકના સ્થાને બિરાજમાન છે.
૧૨, ગિરનાર મહાતીર્થમાં વિશ્વની સૌથી પ્રાચીન એવી મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ લગભગ ૧,૬૫,૭૩૫ વર્ષ ન્યુન (ઓછા) એવા ૨૦ કોડાકોડી સાગરોપમ વર્ષ પ્રાચીન છે. જે ગઈ ચોવીસીના ત્રીજા સાગરનામના તીર્થંકરના કાળમાં બ્રહ્મેંદ્ર દ્વારા બનાવવામાં આવેલ હતી. આ પ્રતીમાને પ્રતિષ્ઠિત કર્યાને લગભગ ૮૪,૭૮૫ વર્ષ થયા છે. તે મૂર્તિ આ જ સ્થાને હજુ લગભગ ૧૮,૪૬૫ વર્ષ સુધી પૂજાશે ત્યારબાદ શાસન અધિષ્ઠાયિકા દ્વારા પાતળલોકમાં લઈ જઈને પૂજાશે.
૧૩, ગિરનાર ઉપર ઈંદ્ર મહારાજાએ વજ્રથી છિદ્ર પાડીને સોનાના બલાનક – ઝરૂખાવાળું રૂપાનું ચૈત્ય બનાવીને મધ્યભાગમા શ્રી નેમિનાથ પરમાત્માની ચાલીસ હાથ ઊંચાઈની શ્યામવર્ણની રત્નની મૂર્તિ સ્થાપન કરી હતી.
૧૪, ઈંદ્ર મહારાજાએ પૂર્વે બનાવ્યું હતુ તેવું પૂર્વાભિમુખ જિનાલય શ્રી નેમિનાથ ભગવાનના નિર્વાણ સ્થાને પણ બનાવ્યું હતું.
૧૫, ગિરનારમાં એક સમયે કલ્યાણકના કારણસ્વરૂપ છત્રશિલા, અક્ષરશિલા, ઘંટાશિલા, અંજનશિલા, જ્ઞાનશિલા, બિંદુશિલા અને સિદ્ધશિલા આદિ શિલાઓ શોભતી હતી.
૧૬, જેમ મલયગિરિ ઉપર બીજા વૃક્ષો પણ ચંદનમય બની જાયા છે તેમ ગિરનાર ઉપર આવનાર પાપી પ્રાણીઓ પણ પુણ્યવાન થઈ જાય છે.
૧૭, જેમ પારસમણિના સ્પર્શથી લોઢું સુવર્ણ થઈ જાય છે તેમ ગિરનારના સ્પર્શથી પ્રાણી ચિન્મય સ્વરૂપી બની જાય છે.
૧૮, ગિરનારની ભક્તિ કરનારને આ ભવમાં કે પરભવમાં દારિદ્રય આવતું નથી.
૧૯, ગિરનાર મહાતીર્થમાં નિવાસ કરતાં તિર્યંચો (જનાવરો) પણ આઠભવની અંદર સિદ્ધિપદને પામે છે.
૨૦, ગિરનાર મહાતીર્થ એ પુણ્યનો ઢગલો છે.
૨૧, ગિરનાર મહાતીર્થ એ પૃથ્વીના તિલક સમાન છે.
૨૨, અનેક વિદ્યાધરો, દેવતાઓ, કિન્નરો, અપ્સરાઓ અને યક્ષો પોતપોતાની ઈષ્ટસિદ્ધિને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ગિરનારમાં નિવાસ કરે છે.
૨૩, ગિરનાર ગિરિવરના પવનનો પવિત્ર આહાર કરતા અને વિષમમાર્ગે ચાલતા એવા યોગીઓ અર્હં પદની ઉપાસના કરતાં ગુફાઓમાં સાધના કરતાં હોય છે.
૨૪, ગિરનાર મહાતીર્થની સેવાથી કેટલાય પુણ્યાત્માઓ આ લોકમાં સર્વસંપત્તિ અને પરલોકમાં પરમપદને પામે છે.
૨૫, ગિરનાર મહાતીર્થની સેવાથી પાપી જીવો પણ સર્વકર્મનો સંક્ષેપ કરી અવ્યક્ત અને અક્ષય એવા શિવપદને પામે છે.
૨૬, સર્વતીર્થોમાં ઉત્તમ અને સર્વતીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરનાર મહાતીર્થના દર્શન અને સ્પર્શનમાત્રથી સર્વપાપો હણાઈ જાય છે.
૨૭, ગિરનાર મહાતીર્થની ભક્તિ દ્વારા મહાપાપના કરનારા અને મહાદુષ્ટ એવા કુષ્ટાદિક રોગવાળા જીવો પણ સર્વસુખનાં ભાજન થાય છે.
૨૮, ગિરનાર મહાતીર્થના શિખર ઉપર રહેલા કલ્પવૃક્ષો યાચકોનાં ઈચ્છિતને પૂરે છે, તે આ ગિરિનો જ મહિમા છે. અહીં રહેલા ગિરિઓ, નદીઓ, વૃક્ષો, કુંડો અને ભુમિઓ અન્યસ્થાને રહેલા એક તીર્થની માફક અહીં તીર્થપણાને પામે છે અર્થાત્ તે બધા પણ તીર્થમય બની જાય છે.
૨૯, ગિરનાર મહાતીર્થમાં પુણ્યહીન પ્રાણીઓને નહીં દેખાતી એવી સુવર્ણસિદ્ધિ કરનારી અને સર્વઈચ્છિતફલને આપનારી રસકૂપિકઓ રહેલી છે.
૩૦, ગિરનાર મહાતીર્થની માટીને ગુરૂગમના યોગથી તેલ અને ઘીની સાથે ભેળવીને અગ્નિમાં તપાવવાથી તે સુવર્ણમય બની જાય છે.
૩૧, ભદ્રશાલ વગેરે વનમાં સર્વઋતુઓમાં બધી જ જાતનાં ફુલો ખીલેલાં હોય છે, જલ અને ફલ સહિત ભદ્રશાલાદિ વનથી વીંટળાયેલો આ રમણીય ગિરનાર પર્વત ઈંદ્રોનો એક ક્રીડાપર્વત છે.
૩૨, ગિરનાર મહાતીર્થમાં દરેક શિખરોની ઉપર જલ, સ્થળ ને આકાશમાં ફરનારા જે જે જીવો હોય છે તે સર્વે ત્રણ ભવમાં મોક્ષે જાય છે.
૩૩, ગિરનાર મહાતીર્થા ઉપર વૃક્ષો, પાષાણો, પૃથ્વીકાય, અપ્-કાય, વાયુકાય અને અગ્નિકાયના જીવો છે, તે વ્યક્ત ચેતના નહિ હોવા છતાં આ તીર્થના પ્રભાવથી કેટલાક કાળે મોક્ષે જનારા થાય છે.
૩૪, જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રદાન દ્વારા સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.
૩૫, ઉત્તમ એવા ભવ્યજીવો ગિરનાર મહાતીર્થમાં માત્ર એક દિવસ પણ શીલ ધારણ કરે છે તે હંમેશા સુર, અસુર, નર અને નારીઓથી સેવવા યોગ્ય છે.
૩૬, ગિરનાર મહાતીર્થમાં જે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ આદિ તપ કરે છે તે સર્વસુખોને ભોગવી પરમપદને અવશ્ય પામે છે.
૩૭, જે જીવો ગિરનાર મહાતીર્થ ઉપર આવી ભાવથી જિનપ્રતિમાની પૂજા કરે છે તે શીઘ્ર શિવસુખને પ્રાપ્તકરે છે. ઘેરબેઠા પણ શુદ્ધ ભાવપૂર્વક ગિરનારનું ધ્યાન ધરનાર ચોથાભવે મોક્ષપદને પામે છે.
૩૮, ગિરનાર ગિરિવરના પવિત્ર શિખરો, સરિતાઓ, ઝરણાંઓ, ધાતુઓ અને વૃક્ષો સર્વ પ્રાણીઓને સુખ આપનારા થાય છે.
૩૯, ગિરનાર ગિરિવર ઉપર શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા અવસરે પ્રભુજીના સ્નાત્રાભિષેક માટે ત્રણેય જગતની નદીઓ વિશાળ એવા ગજેંદ્રપદકુંડમાં ઉતરી આવી હતી.
૪૦, ગિરનાર ગિરિવરમાં મોક્ષલક્ષ્મીના મુખરૂપે રહેલા ગજેંદ્રપદ (ગજપદ) નામના કુંડના પવિત્રજલના સ્પર્શમાત્રથી જીવોના અનેક ભવના પાપો નાશા પામે છે.
૪૧, ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલથી સ્નાન કરીને જેણે જિનેશ્વર પરમાત્માને સ્નાન (પ્રક્ષાલ) કરાવેલ છે, તેણે કર્મમળવડે લેપાયેલા પોતાના આત્માને પવિત્ર કર્યો છે.
૪૨, ગિરનાર ગિરિવરના ગજપદકુંડના જલનું પાન કરવાથી કામ, શ્વાસ, અરૂચિ, ગ્લાનિ, પ્રસુતિ અને ઉદરમાં ઉત્પન્ન થયેલા બાહ્યરોગો પણ અંતરના કર્મમલની પીડાની જેમ નાશ પામે છે.
૪૩, જગતમાં કોઈપણ શાશ્વતી દિવ્ય ઔષધીઓ, સ્વર્ણાદિ સિદ્ધિઓ અને રસકૂપિકાઓ નથી કે જે આ ગિરનાર ગિરિવર ઉપર ન હોય!
૪૪, આકાશમાં ઉડતાં પક્ષીઓની છાયા પણ જો આ ગિરનાર મહાતીર્થનો સ્પર્શ પામે તો તેઓની પણ દુર્ગતિનો નાશ થાય છે.
૪૫, સહસાવનમાં નેમિનાથ ભગવાનની દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણકો થયા હતા.
૪૬, સહસાવનમાં (લક્ષારામવન) કરોડો દેવતાઓ દ્વારા શ્રી નેમિનાથ ભગવાનના પ્રથમ અને અંતિમ સમવસરણની રચના કરવામાં આવી હતી. અને પ્રભુએ પ્રથમ તથા અંતિમ દેશના આપી હતી.
૪૭, સહસાવનમાં સોનાના ચૈત્યોની મનોહર ચોવીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
૪૮, સહસાવનમાં કૃષ્ણવાસુદેવ દ્વારા રજત, સુવર્ણ અને રત્નમય પ્રતિમાયુક્ત ત્રણ જિનાલયોનું નિર્માણ થયું હતું.
૪૯, સહસાવન (લક્ષારામવન) ની એક ગુફામાં ભૂત-ભાવિ અને વર્તમાન એમ ત્રણ ચોવીસીના બોંતેર પ્રતિમાઓ બિરાજમાન છે.
૫૦, સહસાવનમાં શ્રી રહનેમિજી તથા સાધ્વી રાજીમતિશ્રીજી આદિ મોક્ષપદને પામ્યા છે.
૫૧, સહસાવનમાં હાલ સંપ્રતિકાલીન શ્રી નેમિનાથ પરમાત્માની પ્રતિમા યુક્ત અદ્-ભુત સમવસરણ મંદિર છે.
૫૨, ગિરનાર ગિરિવરની પહેલી ટૂંકે હાલ ચૌદ-ચૌદ બેનમૂન જિનાલયો ગિરિવર તિલક સમાન શોભી રહ્યા છે.
૫૩, ભારતભરમાં મૂળનાયક તરીકે તીર્થંકર ન હોય તેવા સામાન્ય કેવળી સિદ્ધાત્મા શ્રી રહનેમિનું એક માત્ર જિનાલય ગિરનાર ગિરિવર ઉપર છે.
૫૪, શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી બપ્પભટ્ટસૂરિ, શ્રી વસ્તુપાળ-તેજપાળ, શ્રી પેથડશા આદિ અનેક પુણ્યત્માઓને સહાય કરનાર ગિરનાર મહાતીર્થના અધિષ્ઠાયિકા શ્રી અંબિકાદેવી આજે પણ હાજરાહજુર છે.
૫૫, જ્યાં સુધી ગિરનારની યાત્રા નથી કરી ત્યાં સુધી જ જીવને સર્વપાપ, સર્વ દુ:ખ અને સંસાર ભ્રમણ રહે છે.
गिरनारनो महिमा न्यारो एनो गाता नावे आरो……
१, गिरनार गिरिवर पण शत्रुंजयगिरिनी माफक प्राय: शाश्वत छे. पांचमा आराना अंते ज्यारे शत्रुंजयनी ऊंचाई घटीने सात हाथ थशे त्यारे गिरनारनी ऊंचाई सो धनुष्य रहेशे.
२, रैवतगिरि (गिरनार) ए शत्रुंजयगिरिनुं पांचमुं शिखर होवाथी ते पांचमुं ज्ञान अर्थात् केवळज्ञान अपावनारुं छे.
३, आ मनोहर एवो गिरनार समवसरणनी शोभाने धारण करे छे, कारणके ते विस्तारथी मध्यमां चैत्यवृक्ष जेवुं मुख्य शिखर अने गढ जेवा आजुबाजुमां अन्य नाना पर्वतो आवेला छे. जाणे के चार दिशामां झरणां वहेतां होय तेवा चार द्वारोरूप चार पर्वतो शोभी रह्या छे.
४, गिरनार उपर अनंता तीर्थकरो आवेला छे अने महासिद्धि अर्थात मोक्षपदने पामेला छे. बीजा अनंता तीर्थंकरना दीक्षा-केवळज्ञान अने मोक्षकल्याणक थया छे. तेमज अनेक मुनिओ पण मोक्षपदने पाम्याछे अने भविष्यमां पामशे.
५, गई चोवीसीना बावीसमां थयेला १, श्री नमीश्वर २, श्री अनिल ३, श्री यशोधर ४, श्री कृतार्थ ५, श्री जिनेश्वर ६, श्री शुद्धमति ७, श्री शिवंकर अने ८, श्री स्पंदन नामना आठ तीर्थंकर भगवंतोना दीक्षा-केवलज्ञान अने मोक्षकल्याणक अने अन्य बे तीर्थंकर भगवंतना मात्र मोक्षकल्याणक गिरनार गिरिवर उपर थया हता.
६, वर्तमान चोवीसीना बावीसमां तीर्थंकर बालब्रह्मचारी श्री नेमिनाथ भगवानना दीक्षा-केवलज्ञान अने मोक्षकल्याणक गिरनार उपरा थया छे. तेमां दीक्षा अने केवलज्ञान कल्याणक सहसावन (सहस्त्राम्रवन) मां तथा मोक्षकल्याणक पांचमी टुंक उपर थयेल छे.
७, आवती चोवीसीमां थनारा १, श्री पद्मनाभ २, श्री सुरदेव ३, श्री सुपार्श्व ४, श्री स्वंयप्रभ ५, श्री सर्वानुभूति ६, श्री देवश्रुत ७, श्री उदय ८, श्री पेढाल ९, श्री पोट्टील १०, श्री सत्कीर्ति ११, श्री सुव्रत १२, श्री अमम १३, श्री निष्कषाय १४, श्री निष्पुलाक १५, श्री निर्मम १६, श्री चित्रगुप्त १७, श्री समाधि १८, श्री संवर १९, श्री यशोधर २०, श्री विजय २१, श्री मल्लिजिन २२, श्री देव आ बावीस तीर्थंकर परमात्माना मात्र मोक्षकल्याणक तथा २३, श्री अनंतवीर्य २४, श्री भद्रकृत आ बे तीर्थंकर परमात्माना दीक्षा-केवलज्ञान अने मोक्षकल्याणक भविष्यमां गिरनार महातीर्थ उपर थशे.
८, गिरनार महातीर्थनी भक्ति द्वारा श्री नेमिनाथ भगवानना रहनेमि सहित आठ भाईओ, शांब, प्रद्मुम्न आदि अनेक कुमारो, कृष्ण महाराजानी आठ पट्टराणीओ, साध्वी राजीमतिश्री आदि अनेक भव्यात्माओ मोक्षपदने पाम्या छे अने कृष्ण महाराजाए तो आ तीर्थभक्तिना प्रभावे तीर्थंकरनामकर्म बांधेल छे तेथी तेमनो आत्मा आवती चोवीसीमां बारमां तीर्थंकर श्री अममस्वामी बनी मोक्षपदने पामशे.
९, गिरनार महातीर्थ तथा श्री नेमिनाथ भगवान उपर अविहडरागना प्रभावे धामणउली गामना घार नामना वेपारीना पांचपुत्रो १, कालमेघ २, मेघनाद ३, भेरव ४, एकपद ५, त्रैलोक्यपद आ पांचेय पुत्रो मरीने तीर्थना क्षेत्राधिपति देव थाय छे.
१०, स्वर्गलोक, पातळलोक अने मृत्युलोकना चैत्योमां सुर, असुर अने राजाओ गिरनारना आकारने हंमेशा पूजे छे.
११, वल्लभीपूरनो भंग थतां ईंद्रमहाराजाए स्थापन करेल श्री नेमिनाथ भगवानना बिंबनी रत्नकांति गिरनारमां लुप्त करवामां आवी हती ते मूर्ति आजे गिरनारमां मूळनायकना स्थाने बिराजमान छे.
१२, गिरनार महातीर्थमां विश्वनी सौथी प्राचीन एवी मूळनायक तरीके बिराजमान श्री नेमिनाथ भगवाननी मूर्ति लगभग १,६५,७३५ वर्ष न्युन (ओछा) एवा २० कोडाकोडी सागरोपम वर्ष प्राचीन छे. जे गई चोवीसीना त्रीजा सागरनामना तीर्थंकरना काळमां ब्रह्मेंद्र द्वारा बनाववामां आवेल हती. आ प्रतीमाने प्रतिष्ठित कर्याने लगभग ८४,७८५ वर्ष थया छे. ते मूर्ति आ ज स्थाने हजु लगभग १८,४६५ वर्ष सुधी पूजाशे त्यारबाद शासन अधिष्ठायिका द्वारा पातळलोकमां लई जईने पूजाशे.
१३, गिरनार उपर ईंद्र महाराजाए वज्रथी छिद्र पाडीने सोनाना बलानक – झरूखावाळुं रूपानुं चैत्य बनावीने मध्यभागमा श्री नेमिनाथ परमात्मानी चालीस हाथ ऊंचाईनी श्यामवर्णनी रत्ननी मूर्ति स्थापन करी हती.
१४, ईंद्र महाराजाए पूर्वे बनाव्युं हतु तेवुं पूर्वाभिमुख जिनालय श्री नेमिनाथ भगवानना निर्वाण स्थाने पण बनाव्युं हतुं.
१५, गिरनारमां एक समये कल्याणकना कारणस्वरूप छत्रशिला, अक्षरशिला, घंटाशिला, अंजनशिला, ज्ञानशिला, बिंदुशिला अने सिद्धशिला आदि शिलाओ शोभती हती.
१६, जेम मलयगिरि उपर बीजा वृक्षो पण चंदनमय बनी जाया छे तेम गिरनार उपर आवनार पापी प्राणीओ पण पुण्यवान थई जाय छे.
१७, जेम पारसमणिना स्पर्शथी लोढुं सुवर्ण थई जाय छे तेम गिरनारना स्पर्शथी प्राणी चिन्मय स्वरूपी बनी जाय छे.
१८, गिरनारनी भक्ति करनारने आ भवमां के परभवमां दारिद्रय आवतुं नथी.
१९, गिरनार महातीर्थमां निवास करतां तिर्यंचो (जनावरो) पण आठभवनी अंदर सिद्धिपदने पामे छे.
२०, गिरनार महातीर्थ ए पुण्यनो ढगलो छे.
२१, गिरनार महातीर्थ ए पृथ्वीना तिलक समान छे.
२२, अनेक विद्याधरो, देवताओ, किन्नरो, अप्सराओ अने यक्षो पोतपोतानी ईष्टसिद्धिने प्राप्त करवानी ईच्छाथी गिरनारमां निवास करे छे.
२३, गिरनार गिरिवरना पवननो पवित्र आहार करता अने विषममार्गे चालता एवा योगीओ अर्हं पदनी उपासना करतां गुफाओमां साधना करतां होय छे.
२४, गिरनार महातीर्थनी सेवाथी केटलाय पुण्यात्माओ आ लोकमां सर्वसंपत्ति अने परलोकमां परमपदने पामे छे.
२५, गिरनार महातीर्थनी सेवाथी पापी जीवो पण सर्वकर्मनो संक्षेप करी अव्यक्त अने अक्षय एवा शिवपदने पामे छे.
२६, सर्वतीर्थोमां उत्तम अने सर्वतीर्थनी यात्राना फळने आपनार आ गिरनार महातीर्थना दर्शन अने स्पर्शनमात्रथी सर्वपापो हणाई जाय छे.
२७, गिरनार महातीर्थनी भक्ति द्वारा महापापना करनारा अने महादुष्ट एवा कुष्टादिक रोगवाळा जीवो पण सर्वसुखनां भाजन थाय छे.
२८, गिरनार महातीर्थना शिखर उपर रहेला कल्पवृक्षो याचकोनां ईच्छितने पूरे छे, ते आ गिरिनो ज महिमा छे. अहीं रहेला गिरिओ, नदीओ, वृक्षो, कुंडो अने भुमिओ अन्यस्थाने रहेला एक तीर्थनी माफक अहीं तीर्थपणाने पामे छे अर्थात् ते बधा पण तीर्थमय बनी जाय छे.
२९, गिरनार महातीर्थमां पुण्यहीन प्राणीओने नहीं देखाती एवी सुवर्णसिद्धि करनारी अने सर्वईच्छितफलने आपनारी रसकूपिकओ रहेली छे.
३०, गिरनार महातीर्थनी माटीने गुरूगमना योगथी तेल अने घीनी साथे भेळवीने अग्निमां तपाववाथी ते सुवर्णमय बनी जाय छे.
३१, भद्रशाल वगेरे वनमां सर्वऋतुओमां बधी ज जातनां फुलो खीलेलां होय छे, जल अने फल सहित भद्रशालादि वनथी वींटळायेलो आ रमणीय गिरनार पर्वत ईंद्रोनो एक क्रीडापर्वत छे.
३२, गिरनार महातीर्थमां दरेक शिखरोनी उपर जल, स्थळ ने आकाशमां फरनारा जे जे जीवो होय छे ते सर्वे त्रण भवमां मोक्षे जाय छे.
३३, गिरनार महातीर्था उपर वृक्षो, पाषाणो, पृथ्वीकाय, अप्-काय, वायुकाय अने अग्निकायना जीवो छे, ते व्यक्त चेतना नहि होवा छतां आ तीर्थना प्रभावथी केटलाक काळे मोक्षे जनारा थाय छे.
३४, जे जीवो गिरनार महातीर्थ उपर आवी पोताना न्यायोपार्जित धननो सुपात्रदान द्वारा सद्व्यय करे छे, तेओने भवोभव सर्व संपत्तिओ प्राप्त थाय छे.
३५, उत्तम एवा भव्यजीवो गिरनार महातीर्थमां मात्र एक दिवस पण शील धारण करे छे ते हंमेशा सुर, असुर, नर अने नारीओथी सेववा योग्य छे.
३६, गिरनार महातीर्थमां जे उपवास, छठ्ठ, अठ्ठम आदि तप करे छे ते सर्वसुखोने भोगवी परमपदने अवश्य पामे छे.
३७, जे जीवो गिरनार महातीर्थ उपर आवी भावथी जिनप्रतिमानी पूजा करे छे ते शीघ्र शिवसुखने प्राप्तकरे छे. घेरबेठा पण शुद्ध भावपूर्वक गिरनारनुं ध्यान धरनार चोथाभवे मोक्षपदने पामे छे.
३८, गिरनार गिरिवरना पवित्र शिखरो, सरिताओ, झरणांओ, धातुओ अने वृक्षो सर्व प्राणीओने सुख आपनारा थाय छे.
३९, गिरनार गिरिवर उपर श्री नेमिनाथ भगवाननी प्रतिष्ठा अवसरे प्रभुजीना स्नात्राभिषेक माटे त्रणेय जगतनी नदीओ विशाळ एवा गजेंद्रपदकुंडमां उतरी आवी हती.
४०, गिरनार गिरिवरमां मोक्षलक्ष्मीना मुखरूपे रहेला गजेंद्रपद (गजपद) नामना कुंडना पवित्रजलना स्पर्शमात्रथी जीवोना अनेक भवना पापो नाशा पामे छे.
४१, गिरनार गिरिवरना गजपदकुंडना जलथी स्नान करीने जेणे जिनेश्वर परमात्माने स्नान (प्रक्षाल) करावेल छे, तेणे कर्ममळवडे लेपायेला पोताना आत्माने पवित्र कर्यो छे.
४२, गिरनार गिरिवरना गजपदकुंडना जलनुं पान करवाथी काम, श्वास, अरूचि, ग्लानि, प्रसुति अने उदरमां उत्पन्न थयेला बाह्यरोगो पण अंतरना कर्ममलनी पीडानी जेम नाश पामे छे.
४३, जगतमां कोईपण शाश्वती दिव्य औषधीओ, स्वर्णादि सिद्धिओ अने रसकूपिकाओ नथी के जे आ गिरनार गिरिवर उपर न होय!
४४, आकाशमां उडतां पक्षीओनी छाया पण जो आ गिरनार महातीर्थनो स्पर्श पामे तो तेओनी पण दुर्गतिनो नाश थाय छे.
४५, सहसावनमां नेमिनाथ भगवाननी दीक्षा अने केवळज्ञान कल्याणको थया हता.
४६, सहसावनमां (लक्षारामवन) करोडो देवताओ द्वारा श्री नेमिनाथ भगवानना प्रथम अने अंतिम समवसरणनी रचना करवामां आवी हती. अने प्रभुए प्रथम तथा अंतिम देशना आपी हती.
४७, सहसावनमां सोनाना चैत्योनी मनोहर चोवीसीनुं निर्माण करवामां आव्युं हतुं.
४८, सहसावनमां कृष्णवासुदेव द्वारा रजत, सुवर्ण अने रत्नमय प्रतिमायुक्त त्रण जिनालयोनुं निर्माण थयुं हतुं.
४९, सहसावन (लक्षारामवन) नी एक गुफामां भूत-भावि अने वर्तमान एम त्रण चोवीसीना बोंतेर प्रतिमाओ बिराजमान छे.
५०, सहसावनमां श्री रहनेमिजी तथा साध्वी राजीमतिश्रीजी आदि मोक्षपदने पाम्या छे.
५१, सहसावनमां हाल संप्रतिकालीन श्री नेमिनाथ परमात्मानी प्रतिमा युक्त अद्-भुत समवसरण मंदिर छे.
५२, गिरनार गिरिवरनी पहेली टूंके हाल चौद-चौद बेनमून जिनालयो गिरिवर तिलक समान शोभी रह्या छे.
५३, भारतभरमां मूळनायक तरीके तीर्थंकर न होय तेवा सामान्य केवळी सिद्धात्मा श्री रहनेमिनुं एक मात्र जिनालय गिरनार गिरिवर उपर छे.
५४, श्री हेमचंद्राचार्य, श्री बप्पभट्टसूरि, श्री वस्तुपाळ-तेजपाळ, श्री पेथडशा आदि अनेक पुण्यत्माओने सहाय करनार गिरनार महातीर्थना अधिष्ठायिका श्री अंबिकादेवी आजे पण हाजराहजुर छे.
५५, ज्यां सुधी गिरनारनी यात्रा नथी करी त्यां सुधी ज जीवने सर्वपाप, सर्व दु:ख अने संसार भ्रमण रहे छे.
After reading this i decide to go to giranar asap.
thanks for writing such a nice article.