Paryushan Basic Niyamo

Paryushan Basic Niyamo

નિયમો:

1)       સાબુ-શેમ્પુ વગેરે વાપરવું નહિ.

2)       પા/અડધી ડોલથી વધારે પાણીથી સ્નાન નહિ.

3)       તિલક સિવાય દર્પણનો/આયનાનો ઉપયોગ કરવો નહિ.

4)       બે/ત્રણથી વધારે જોડ કપડા પહેરવા નહિ. (પૂજા સામાયિક વસ્ત્રો અલગ)

5)       બુટ-ચમ્પલ પહેરવા નહિ. (આખો દિવસ અથવા દેરાસર-ઉપાશ્રયે જતા)

6)       રાત્રે સોફા-પલંગ પર સૂવું નહિ. સંથારો/ચટાઇ/ જમીનપર પથારી પાથરીને સુઈ જવું.

7)       A.C. માં / પંખામાં / હીટરમાં સૂવું નહિ. A.C. / પંખા / હીટર ચાલુ કરવા નહિ.

8)       ટી.વી. / વીડીયો વગેરે જોવા નહિ અથવા ૧ કે ૨ કલાકથી વધુ જોવા નહિ.

9)       ૧/૨/૩ કલાક વ્યાખ્યાન સાંભળવું.

10)    ૧૫/૨૦/૩૦ મિનિટ સૂત્રો/સ્તવનો ગોખવા.

11)    ઉકાળેલું પાણી વાપરવું.

12)    તમામ સાધુઓને/સાધ્વીજીઓને એકવાર વંદન કરવા. જો ના હોય તો ફોટાની સામે ગુરુવંદન કરવા.

13)    વ્યાખ્યાનમાં ૧/૨/૩ સામાયિક કરવા.

14)    જમવાની થાળી વાટકી ધોઇને પીવી, લુંછવી, ધોવા નાંખવી નહિ.

15)    બા-બાપુજી / સાસુ-સસરાદિ વડીલોના પગે લાગવું. આશિષ લેવા.

16)    ઘરની દરેકે દરેક વ્યક્તિના કોઇ પણ એકાદ ગુણની એની સામે પ્રશંસા કરવી.

17)    સવાર-સાંજના પ્રતિક્રમણ ઉભા ઉભા કરવા.

18)    ખાવા-પીવાની કોઇપણ વસ્તુની ફરિયાદ કે પ્રશંસા કરવી નહિ.

19)    દૂધ-ચા, દાળ-શાકાદિ વસ્તુ બીજી વાર ગરમ કરાવવી નહિ.

20)    ત્રણ/ચાર/પાંચ/છ માળ સુધી લિફ્ટ નો ઉપયોગ કરવો નહિ.

21)    આખો દિવસ અથવા તો દેરાસાર-ઉપાશ્રય જતા-આવતા નીચે જોઈને ચાલવું… 10% છૂટ.

22)    સામાયિક-પ્રતિક્રમણમાં + સાધુ-સાધવી પાસે મુહપત્તી મોઢા આગળ રાખીને બોલવું.

23)    દુકાન બંધ રાખવી/દુકાને સ્વચં જવું નહિ/1, 2 કે 3 કલાક જ જવું.

24)    દેરાસરમાં 15/20/30 મિનિટ મોઢે કે ચોપડીમાં જોઈને સ્તુતિ-સ્તવનાદિ ગાવા.

25)    વ્યાખ્યાનમાં પધારેલા એકાદ પણ સંઘસભ્યના કપાળે તિલક કરવું/ પાણી કે દૂધ થી અંગુઠા ધોવા/નાનકડી પણ પ્રભાવના કરવી કે પેઢીમાં યથાશક્તિ લખાવવી.

26)    છાપા-મેગેઝીન વાંચવા નહિ.

27)     ધાર્મિક પુસ્તકો 15/20/30 મિનિટ વાંચવા.

28)    સંતાનો-સંઘસભ્યો-પરિવારજનો-નોકરો વગેરે કોઇપણ ઉપર ગુસ્સો ન કરવો, ઠપકો ન આપવો, શાંત રહેવું.

29)    જયારે પણ ખાવું-પીવું હોય, ત્યારે પલાઠી લગાવીને ખાવું-પીવું. ઉભા-ઉભા કે સોફા વગેરે પર નહિ.

30)    ઘરની બનાવેલી વસ્તુઓ જ વાપરવી. બજારની મીઠાઇ વગેરે નહિ.

31)    દિવસમાં 1/2/3/4/5 વાર ખાવું-પીવું.

32)    દિવસમાં 1/2/3…10 થી વધારે દ્રવ્યો ન વાપરવા.

33)    મોઢામાં કોકોઇપણ એકબાજુથી બધા કોળીયા ઉતારવા, મોઢામાં કોળીયા ફેરવવા નહિ.

34)    મીઠાઇ-ફરસાણ બિલકુલ ન વાપરવા.

35)    દરેકે દરેક વસ્તુ અલગ- અલગ વાપરવી.

36)    બેલ મારવી નહિ અથવા 1/2/3 વારની છૂટ

37)    પોતાના આત્માના દોષો-ભૂલો શોધી કાઢી 10/20 લીટી ભરીને લખવા, સ્વયં વાંચવા, (પછી એ પાનું ફાડી નાંખવુ).

38)    કોઈપણ વસ્તુમાં ઉપરથી કે પાછળથી ખાંડ-મીઠું-ઘી-તેલાદિ નાંખવા નહિ.

39)    જેની સાથે ઝગડો/બોલાચાલી/અબોલા થયા હોય, એના ગુણો સત્કાર્યો યાદ કરી 10 લીટી ભરીને લખવા.

40)    નમોસ્તુ તસ્મૈ જિનશાસનાય બે હાથ જોડીને 36/108 વાર ભાવથી બોલવું.

41)    1 કિ.મી. સુધીમાં ક્યાંય જવું હોય તો સ્કુટર-ગાડી વગેરે ન વાપરવા, ચાલતા જવું.

42)    કોઇને પણ ફોન કરવો નહિ અથવા 2,3,4 ફોનથી વધારે ન કરવા. (ફોન આવે તો ઉપાડી શકાય)

43)    પોતાના જ કેસર-ધૂપાદિથી પૂજ કરવી, અથવા દેરાસરનું જેટલું દ્રવ્ય વાપર્યું હોય એટલું દ્રવ્ય કે એના રૂપિયા ભરી દેવા.

44)    કોઈની  પણ નિંદા કરવી નહિ,સાંભળવી નહિ. (જેના દોષ હોય, તેને જ એ દોષો શાંતિ થી કહી શકાય)

45)    એંઠા મોઢે બોલવું નહિ, પાણીથી મોઢું સાફ કર્યા બાદ બોલવું.

46)    કાચુ કે પાકુ પાણી પીધા બાદ રૂમાલથી ગ્લાસ બરાબર લુંછીને જ મુકવો.

47)    5/6/7 કલાકથી વધારે સમય ઉંઘવું નહિ.

48)    ધોઇને સુકવેલા કપડા એક/બે કલાકમાં જ ઉતારી લેવા( સુકાઇ ગયા હોય તો.)

49)    ફળ – લીલોતરી શાક ન વાપરવા.

50)    આપણા કપડા ધોવા માટે ન નાંખવા

51)    સચિત્ત વસ્તુ વાપરવી નહિ.

52)    ઉકાળેલું પાણી પંખા નીચે ઠારવું નહિ, તથા માટીના ઘડામાં ભરવું નહિ.(તપેલીમાં ભરી શકાય.) એ રીતે વાપરવું.

53)    વ્યાખ્યાનમા સાંભળેલા પદાર્થોની 15/20/30 મિનિટ કોઇપણ સાથે ચર્ચા કરવી, પદાર્થો યાદ કરવા.

54)    પજુસણ પર્વ નિમિત્તે નોકરોને/ વોચમેનાદિને 5-10-20-50 $$ ની બક્ષસ આપવી. (એને પર્વની વાત કહેવી.)

55)    બધી રોટલીલુખી વાપરવી, છેવટે 4-3-2 કે 1 રોટલી પણ લુખી વાપરવી.

56)    સાધુ કે સાધ્વીજીને ગોચરી પાણી માટે વિનંતી કરવી.

57)    3-4-5-7 થી વધુ વાર કોઇપણ સ્વીચ ચાલુ કરવી નહિ.

58)    બ્રહ્મચર્યનું પાલન કરવું.

59)    બારણું – બારી બંધ કરતી વખતે એના ખાંચાઓમાં નજર કરી લેવી કે ‘કોઇ જીવ નથી ને?’$$

60)    બેસતા પહેલા ચરવળાથી બરાબર પૂંજી લીધા બાદ કટાસણું પાથરવું, દર વખતે એ પ્રમાણે કરવું.

61)    દેરાસર ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે નિસીહિ બોલવું, તથા ધર્મ સિવાયની અન્ય વાતો ન કરવી.

62)    સાંજે પ્રતિક્રમણ બાદ ગુરૂભગવંત પાસે 10-15 મિનિટ બેસવું કે વીરસૈનિક જોડે ધર્મની ચર્ચા કરવી.

63)    ઉંઘતી વખતે ઓશીકાનો ઉપયોગ ન કરવો. હાથને ઓશીકું બનાવી શકાય.

64)    માથાના દસવાળનો લોચ કરવો

65)    પ્રતિક્રમણાદિ કોઇપણ ક્રિયા વખતે કોઇની સાથે કશીપણ વાત ન કરવી, બોલવુ નહિ. તથા ઊભા ઊભા પ્રતિક્રમણ કરવું. દિવાલને ટેકો લઈને ન બેસવું.

66)    વ્યાખ્યાનનો જે સમય હોય, એનાથી ઓછામાં ઓછી 1 મિનિટ પહેલા હાજર થવું.

67)    ધર્મસ્થાન સિવાય વીટી-ચેન વગેરે આભૂષણો પહેરવા નહિ.

68)    ગમેતે થાય, પણ કોઈને પણ લાફો તમાચો મારવો નહિ.

69)    ઘરે કે સંઘમાં ભોજન અંગે કોઇપણ ફરિયાદ કરવી નહિ.

70)    ઘરે કે સંઘમાં કોઇપણ વસ્તુ બનાવવાનું કહેવુ નહિ, પૂછે તો ય કહેવું કે ‘તમારે જે બનાવવું હોય તે મને ચાલસે.’

71)    ચૌદ નિયમો ધારવા.

72)    કલ્પસૂત્ર સમક્ષ પાંચ ખમાસમણા આપવા + વાસક્ષેપથી પૂજા કરવી, ત્યારે$ ‘ૐ ર્હિં નમો સુય નાણસ્સ’ બોલવું.

73)    “મારું મ્રુત્યુ ક્યાં થશે? ક્યારે થશે? કેવી રીતે (ક્યા રોગાદિથી) થશે? મને સમાધિ રહેશે?” આ માત્ર બે-પાંચમિનિટ વિચાતરવું.

74)     શરીર પર ક્યાંય ખંજવાળ  આવે તો ત્યા જોઈને એ સ્થાન પૂંજીને ખંજવાળવું. સીધું નહિ.

75)    કોઇપણ એકાદ જણ સાથે કોઇપણ એકાદ સાધુ કે સાધ્વીજીના કોઇપણ એકાદ ગુણની પ્રશંસા કરવી.

76)    કોઇપણ એકાદ જણ સાથે કોઇપણ એકાદ શ્રાવક કે શ્રાવિકાના કોઇપણ એકાદ ગુણની પ્રશંસા કરવી.

77)    ઉંમરમાં એક દિવસ પણ મોટી દરેકે દરેક વ્યક્તિને ‘તમે’ કરીને બોલાવવી, ‘તું’ નહિ.

78)    પોતાનું કામ કોઇને સોપવું નહિ, સોપવું જ હોય તો વિનંતિ કરવી, આદેશ-આજ્ઞા નહિ. ( કોઈક આપણું કામ આપણા કીધા વિના જ કરી લે તો વાંધો નથી.)

79)    14 વર્ષથી નીચેના બાળક –બાળિકા કંઇપણ સારું સ્તવન-સૂત્રાદિ બોલે તપ કરે, તો એની પાસે જઈ ઓછામાં ઓછા એકાદ વાક્યથી પણ એની પ્રશંસા કરવી, શક્તિ હોય તો પ્રભાવના આપવી.

80)    ઘરમાં કે બહાર કોઇની પણ વસ્તુ એને પૂછ્યા વિના લેવી નહિ. ઉતાવળે લેવી પડે તો પાછળથી ક્ષમા માંગવી.

81)    અક્ષરો લખ્યા હોય કે માણસ-પશુના ફોટા હોય એવા વસ્ત્રો-ટુવાલ વાપરવા નહિ. (નાના અક્ષરો છેંકી નાખવા)

82)    કોઇની પણ મશકરી ન કરવી, ભૂલથી થઈ જાય તો તરત 12 નવકાર ગણી લેવા.

83)    શરીરમા કંઇપણ પીડા થાય તો કમસેકમ 15/20/30 મિનિટ સહન કરવી, પછી દવા લેવી.

84)    જે પચ્ચક્ખાણ લીધું હોય, તે 10-15-20 મિનિટ મોડું પારવું, એટલે કે ખાન-પાન એટલા મોડા કરવા.

85)    વાળ કપાવવા નહિ + દાઢી કરવી નહિ. બ્યૂટી પાર્લરમાં જવું નહિ

86)    ઘરના વડીલો જે કામ સોંપે, તેમાં ના ન પાડવી, કામ કરી આપવું.

87)    ઘરમાં સંડાસ-બાથરૂમ જવાનું થાય ત્યારે ઘડિયાળ મોબાઇલ-પાકીટાદિ વસ્તુઓ બહાર મૂકી દેવી.

88)    દેરાસરમા નાના-મોટા દરેક પ્રભુજીની આગળ મસ્તક નમાવી ‘નમો જિણાણં’ બોલવું.

89)    ‘કાપો, મારો, કાપ્યુ, માર્યુ’ વગેરે હિંસક શબ્દો બોલવા નહિં. (શાક સમાર્યુ વગેરે બોલાય)

90)    જમતી વખતે 1 થાળી-1 ગ્લાસ-1 વાટકી થી વધારે વાસણો વાપરવા નહિ.

91)    વાપરતી વખતે હાથ અને મોઢું સિવાય કોઇપણ અંગ હલવા ન દેવા. બેસીને ખાવું. ઊભા ઊભા ખાવું તે પશુની નિશાની છે.

92)    ચાલતી વખતે ક્યાંય અક્ષર પર, લખાણ પર પગ ન પડે એની કાળજી કરવી.

93)    કાઉસ્સગ કરતી વખતે જીભ અને હોઠ હલાવવા નહિ.

94)    ચાલુ વ્યાખ્યાને સામાયિક પારવું નહિ. ચાલુ વ્યાખ્યાને ઊભા ન થવું.

95)    કડક વસ્તુ વાપરવી નહિ. (ખાખરા, તળેલી દાળ, મમરા વગેરે.) (ખાતી વખતે ચબચબ અવાજ ન કરવો)

96)    વ્યાખ્યાનમાં –સામયિકમાં ડાબો કે જમણો પગ ઉંચો કરવો નહિ.

97)    કાઉસ્સગ્ગ પારત પૂર્વે નમો અરિહંતાણં સ્પષ્ટ બોલવું પછી હાથ ઉપર લેવા.

98)    કાંસકા-કાંસકીનો ઉપયોગ 2-3 કે 4 વારથી વધારે વાર ન કરવો.

99)    જો ડામરાદિના રસ્તે ચાલવું શક્ય હોય, તો નિગોદવાળા(લીલ) ફુટપાથાદિ પર ન ચાલવું. જો ચાલવું જ પડે ત્પ પગલા મોટા ભરવા, નિગોદ પર ઓછામાં ઓછા પગ પડે એ ધ્યાન રાખવું.

100) છુટું હોય તો દરેક ટંકમા 15 મિનિટ, બેસણું હોય તો દરેક ટંકમા 30 મિનિટ અને એકાસણુ હોય તો દરેક ટંકમાં 45 મિનિટથી વધારે વાર ન બેસવું

101) ?

102) ?

103) ?

104) ?

105) ?

106) ?

107) ?

108) ?

?  જાતે નક્કી કરવા.

Comments are closed.




bt bt
#