નિચેનો ફકરો ધ્યાનથી વાંચો. તેના આધારે પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપો. ઉત્તરપત્રમાં પ્રશ્ન નંબરની સામે માત્ર ઉત્તર લખો.
મહાવીરસ્વામી એ જૈનોના ચોવીસમાં તીર્થંકર છે. દશમા પ્રાણત નામના દેવલોકમાંથી ચ્યવીને તેમનો આત્મા બ્રાહ્મણીની કુક્ષિમાં અષાઢ સુદ ૬ ની મધ્યરાત્રિએ આવ્યો તે પરમાત્માનું ચ્યવન કલ્યાણક કહેવાય. ૮૨ દિવસ બાદ દેવ દ્વારા ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ ક્ષત્રિયના ગૃહે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં તે ગર્ભસ્થ પ્રભુનું સ્થળાંતર થયું. પાંચમો આરો શરૂ થવાને ૭૫ વર્ષ અને ૮|| માસ બાકી હતા ત્યારે ચૈત્ર સુદ ૧૩ની તિથિએ તેમનો જન્મ થયો. તેમનું નામ વર્ધમાન રાખવામા આવ્યું. તેમના કાકાનું નામ સુપાર્શ્વ, મોટા ભાઈનું નામ નંદીવર્ધન, બેનનું નામ સુદર્શના, પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શના હતું. પ્રિયદર્શનાના લગ્ન જમાલી નામના રાજકુમાર સાથે થયા હતા. પ્રિયદર્શનાને શેષવતી નામની પુત્રી હતી. કારતક વદ ૧૦ ના દિવસે વર્ધમાનકુમારની દીક્ષા થઈ, વૈશાખ સુદ ૧૦ ના દિવસે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને વૈશાખ સુદ ૧૧ ના દિવસે તેમણે શાસનની સ્થાપના કરી. આસો વદ અમાવસ્યાના દિવસે તેમનું નિર્વાણ થયું. તેઓ ૩૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યાં. લગભગ ૧૨|| વર્ષની સાધના બાદ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કુલ ૪૨ વર્ષનો ચારિત્ર પર્યાય થતા તેમનું નિર્વાણ થયું.
( અહિં કલ્યાણકની ગુજરાતી તિથિઓ આપવામાં આવી છે. વદ પક્ષમાં ગુજરાતી તિથિ કરતાં મારવાડી તિથિ એક મહિનો આગળ હોય છે. દા.ત. ગુજરાતી માગશર વદ ૧૦ = મારવાડી પોષ વદ ૧૦ )
1. મહાવીરસ્વામીનું નિર્વાણ કયાં આરામાં થયું ?
2. વર્ધમાનકુમારે દીક્ષા લીધી ત્યારે ચોથો આરો કેટલો બાકી હતો ?
3. મહાવીરસ્વામીએ શાસનની સ્થાપના કરી તે દિવસે મારવાડી તિથિ કઈ હતી ?
4. વર્ધમાન કુમાર કોની માતાની માતાની સાસુના દીકરા થાય ?
5. વર્ધમાન કુમાર કોની સાસુના સાસુના દીકરા થાય ?
6. વર્ધમાનસ્વામીના એક એવા સંસારી સંબંધી હતા કે જેનો વર્ધમાન કુમાર સાથેનો પોતાનો સંબંધ અને પોતાનું નામ આ બે શબ્દો વચ્ચે એક જ અક્ષરનો ફરક હતો. તો મહાવીર સ્વામીના આવા સંબંધી કોણ ?
7. તિથિની કોઈ વધ – ઘટ નથી તેમ માનીને, કોઈ એક વર્ષમાં મહાવીર સ્વામીના જન્મ ક્લ્યાણક પછી કેટલામાં દિવસે તેમનું કેવળજ્ઞાન કલ્યાણક હોય ?
8. બે પુરુષોનો વાર્તાલાપ : એક કહે વર્ધમાન મારા ભાઈના ભત્રીજા છે. બીજો કહે છે વર્ધમાન મારા ભત્રીજાના ભાઈ છે. આ બે પુરુષોના નામ જણાવો.
9. બે સગા ભાઈઓ ઊભા છે. એક સ્ત્રી ત્યાં આવી. એક કહે છે – આ મારી માતા છે. બીજો ભાઈ તેને ઓળખતો પણ નથી. તો આ સ્ત્રી કોણ ?
10. પરમાત્મા મહાવીરદેવના નિર્વાણને ૨૫૦૦ વર્ષ પૂર્ણ થયાં ત્યારે પાંચમા આરાનો કેટલો કાળ પૂરો થયો ?